Breaking News
સાણંદ નિધરાડ ફાટક પાસે ઝાડ ઉપર લટકતી લાશ મળતા ચકચાર
સાણંદ ચેખલા રોડ ઉપર આવેલ નિધરાડ રેલવે ફાટક નજીક ખુલ્લા ખેતરમાં ઝાડ ઉપર લાકેલી લાશ જોવા મળતા ચકચાર મચી જવા પામી હતી.સમગ્ર ઘટનાની જાણ રેલ માં મુસાફરી કરતા મુસાફરે લાશ જોઈ જતા પોલિસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી લાશને પી એમ માટે મોકલવાની તજવીજ હાથ ધરી છે.સમગ્ર ઘટના એવી છે કે સાણંદના નીધરાડ રેલવે ફાટક પાસે આવેલ જોગણી માતાના મંદિર તરફ આશરે ૫૦૦ મીટરના અંતરે રેલ પાટાથી ડાબી તારાના ખુલ્લા ખેતરમાં આવેલ વિશાલ ઝાડ નીચે કોઈએ યુવકને મોતને ઘાટ ઉતારી લાશ લટકાવેલ જોવા મળી હતી .લાશ કોની છે ? ઘટના ક્યારે બની ? શું છે સમગ્ર ઘટના જેવા સવાલોના જવાબ માટે પોલીસ કામે લાગી છે .

