સાણંદમાં યુવકના અપહરણની ઘટનાનો પર્દાફાશ : ત્રણની ધરપકડ
સાણંદ એકલિંગજી રોડ ઉપર આવેલ સુરમ્ય સ્પેસ બંગ્લોમાં રહેતા મહેશભાઈ ગટોરભાઈ સોલંકી મૂળ મખીયાવ નજીક આવેલ લીલાપુર ગામના વતની છે તેઓના પુત્ર યુવરાજસિંહ ગત રવિવારે કાળા કલરની સ્કોર્પિયોમાં સાણંદથી લીલાપુર ગામે વહાણવટી માતાજીના મંદિરે દર્શન કરી હાલમાં હીરાપુરમાં થાંભલા ઉભા કરવાનુ કામ ચાલુ હોવાથી મજૂરોને ખર્ચી રૂપિયા પચાસ હજાર લઈને નીકળ્યા હતા. દરમ્યાન લીલાપુરથી મખીયાવ જવાના રોડ ઉપર ત્રણ અજાણ્યા માણસોએ લિફ્ટ માંગીને યુવરાજસિંહનું અપહરણ કરીને તેઓની પાસે રહેલ ૫૦૦૦૦ ની રોકડ લૂંટી ફરાર થયા હતા .
આ સમગ્ર મામલે એસપી ના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝીણવટતાથી તપાસ હાથ ધરતા સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો હતો અને પોલીસે આ પ્રકરણમાં સંડોવાયેલા ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી.જેમાં મુખ્ય આરોપી ભરત રાજુભાઈ ચુડાસમા તેઓના લીલાપુર ગામનોજ નીકળતા ચકચાર મચી જવા પામી હતી .આ સિવાય અન્ય આરોપીઓ ભગવાનદાસ પોપસીંગ જાટવ ઉ.વ.૨૦ રહે,બોળ ગામ, અલ્પેશભાઇ ભરવાડના મકાનમાં ભાડેથી તા.સાણંદ જી.અમદાવાદ મુળ આગ્રા (ઉત્તરપ્રદેશ) (3) વિકાસદીપસિંગ સ/ઓ છીન્દ્રપાલસિંગ મખનસીંગ ધાલીવાલ ઉ.વ.૨૪ રહે. શ્રીગંગાનગર, રાજસ્થાનજે ભરતે યોજના ઘડવા રાજસ્થાનથી બોલાવ્યા હતા. લોકલ ક્રાઇમ બ્રાન્ચે શંકાના આધારે તાપસ હાથ ધરતા જયારે યુવરાજ ગાડી લઈને નીકળ્યો ત્યારે ફોન કરનાર ભરત પર શંકાની સોયા હતી ત્યારે નજીકનો માણસ થઇ એણેજ અપહરણ કરી રૂપિયા ૨૦ લાખની ખંડણી માંગવાનો પ્લાન બનાવ્યો હતો પરંતુ યુવરાજને ઈન્જેક્શનની અસર નહિ થતા તે બેભાન ન થવાથી સમગ્ર પ્લાન નિષ્ફ્ળ ગયો હતો .


