સાણંદના ચાચરવાડી વાસણાના ખેડૂતોએ ખેતરમાંથી પાણીના નિકાલ મુદ્દે મામલતદાર કચેરીમાં ધામા નાખ્યા અને કલાકોમાં નિકાલ માટે કામગીરી

સાણંદના ચાચરાવાડી વાસણા ગામમાં ખેતીની જમીનમાં વર્ષોથી વરસાદી પાણી ભરાવાની સમસ્યાને ખેડૂતોએ ગામમાંથી 2 ટ્રેક્ટર ભરી સાણંદ મામલતદાર કચેરીમાં ધામા નાખી રજૂઆત કરતાં છેવટે કુદરતી વહેણમાં અવરોધ સમાન દીવાલને તોડી પાણીનો નિકાલ કર્યો.
સાણંદના ચાચરાવાડી વાસણા ગામના મનસુખભાઈ પ્રજાપતિએ 2 મહિના અગાઉ જ ખેતીની જમીનમાંથી પાણી કાઢવા મુદ્દે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છતાં પણ સ્થિતિ યોગ્ય કાર્યવાહી ન કરતાં શુક્રવારે સવારે ખેડૂતો બે ટ્રેક્ટરો ભરી સાણંદ મામલતદાર કચેરીમાં આવી ધામા નાખતા અધિકારીઓ,કર્મચારીઓ પણ અચંપો પામી ગયા હતા. ખેડૂતોએ અધિકારી રજૂઆત કરી કે જ્યાં સુધી ખેતરોમાં ભરાયેલ પાણીનો નિકાલ ન થાય ત્યાં સુધી કચેરીમાં જ બેસી રહેવાનું કહેતા રાજકીય અગ્રણીઓ પણ તાત્કાલિક ખેડૂતો પાસે પહોચ્યા હતા પણ ખેડૂતો તેની માગ સાથે મક્કમ રહ્યા હતા. રાજકીય અગ્રણીઓએ આ મુદ્દે સાણંદ પ્રાંત અધિકારી સાથે બેઠક કરતાં ખેડૂતોને ખેતરોમાંથી વરસાદી પાણી નીકળવાની ખાતરી આપી હતી. અને એક ટીમ સ્થળ વિઝિટ કરી ગેલોપાસ ઈનડસ્ટ્રીઝ પાર્ક સાથે ચર્ચા કરી ગણતરીના કલાકોમાં જ પાણીનો કાઢવા માટે દીવાલ તોડાવી હતી. જેને લઈને ખેડૂતોમાં આનંદ છવાઈ ગયો હતો. અને પરત ગામમાં ફર્યા હતા.

Social