સાણંદના રસ્તે રખડતી ગાયનો લોકોને ખુલ્લો પત્ર !

કેમ છો ? હું …..હમણાંથી બહુ ચર્ચામાં છું. ઓળખાણ પડી ? હું સાણંદના રસ્તે રખડતી ગાય જેનો ત્રાસ હમણાંથી ખુબ વધી ગયો છે એવી ચોરે ને ચૌટે ચર્ચા છે , ઠેર -ઠેર અમારા અડિંગને કારણે વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે અને વારંવાર હું અકસ્માતનું કારણ બની રહી છું.
પરંતુ આમ મારો આપને સવાલ છે કે હું તો એક અબોલજીવ છું અને મારી સાત પેઢીમાં કે મારા કુળમાં અમારી કોઈને નડવાની પ્રકૃતિ કે પ્રવૃત્તિ નથી. હું કદી કોઈને નુકશાન કરવાનું વિચારીજ ના શકું કારણકે તે મારા સ્વભાવમાં જ નથી ,હા લોકો વર્ષોથી મારો લાભ લઇ રહ્યા છે અને એમાં મને કોઈ વાંધો પણ નથી કારણ નિર્દોષતા અને લોકકલ્યાણ એ મારી ગળથુથીમાં છે અને એટલેજ કદાચ માનવજાત છેક ભગવાન શ્રી કૃષ્ણ કે તે પહેલાના સમયથી અમને પૂજતી આવી છે.ટૂંકમાં મારો ત્રાસ કે હું કોઈને નાડું એ વાતમાં માલ નથી પરંતુ હાલ માનવ સમુદાય મને જરૂર નડી રહ્યો છે.સાણંદની વાત કરીએ તો મને કોઈ સાણંદ હાઇવે પાર બેસવાનો શોખ નથી , હાઇવે પર મને કોણ મૂકી જાય છે તેની પણ મને ખબર નથી કે હાઇવે ઉપર ન બેસાય એટલી મારી સમજ પણ નથી .પરંતુ તમારું શું ?
માણસતો એક બુદ્ધિશાળી, સમજદાર અને સમર્થ પ્રાણી છે.આટલા સમજદાર માણસોને માત્ર અમારો ત્રાસ જ દેખાય છે.હું સાણંદમાં ક્યાંથી આવી ? આવી તો હાઇવે પર ક્યાંથી આવી ? મને સાણંદમાં સલામત સ્થળે ખસેડવા શું કરવું જોઈએ ?કે પછી મને રખડતી કે હાઇવે પર મારવા છોડી દેનારા જવાદારો કોણ છે ? આજનો આ આધુનિક માનવી મારા ખોરાકની ચિંતા કરવાની વાત તો એકબાજુ પરંતુ સાણંદ હાઇવે પર અમારા ગૌ વંશના છેલ્લા એક માસ દરમિયાન સાણંદ થી અમદાવાદ અને વિરમગામ તરફ જતા હાઇવે પર ગાયોના નાના-મોટા ૨૦ જેટલા અકસ્માતો થયા.આ અકસ્માતોમાં અજાણ્યા વાહનોની અડફેટે આવી ૧૨ ગાયોના મૃત્યુ અને ૧૬ જેટલી ગાયોને નાની-મોટી ઈજા થઇ છે તે છતાં સાણંદના લોકોનું પેટનું પાણી પણ હાલતું નથી.હવે તમેજ નક્કી કરો આમાં મારો ત્રાસ છે કે માણસોનો ? અને આ માણસો કાંઈજ કરતા નથી , મારા પ્રત્યે કોઈનીયે સંવેદના જાગતી નથી .? હું જાતે તો આંદોલન કે ધરણા તો શું મારી વેદનાની રજૂઆત પણ કરી શકવા સક્ષમ નથી.તો મારા વતી કોણ બોલશે ? હું કોની આશા રાખું ? આ પ્રશ્નના જવાબમાં માત્ર આપણી સંવેદના નહિ એક્શનની આશા સાથે ………………સાણંદ હાઇવે પર રખડતી ગાય

Social