सम्यक दिनचर्या एवं उपयुक्त आहार को जीवनका हिस्सा बनाकर तो देखिए ! चमत्कार हो जायेगा !

જયારે આ લેખ લખું હું ત્યારે હું મારી પત્ની સાથે વડોદરા જિલ્લા સર્વોદય મંડળ સંચાલિત નિસર્ગોપચાર કેન્દ્ર ગોત્રી વડોદરા નો એક સ્વચ્છ, સુંદર અને સુરૂચિપૂર્ણ રૂમ માં બેઠો છું. અમે બંને આ કેન્દ્ર માં ઉપચાર માટે આવ્યા છીએ અહીં આવવા માટે ઘણા સમય પહેલાથી રજીસ્ટ્રેશન કરાવવું પડે છે, જે અહીં ના ઇન્ડોર પેશન્ટ ની સંખ્યા પર આધારિત હોય છે નૈસર્ગીક વાતાવરણમાં જ કુદરતી ઉપચાર થઇ શકે. આ વિધાનને સાર્થક કરતું આ વિનોબા આશ્રમ વડોદરામાં હોવા છતાં પણ કુદરતી વાતાવરણમાં સ્થિત છે. કેન્દ્ર લગભગ ગોળાકાર છે અને વચ્ચે ખુબ સુંદર અને સુસજ્જ બગીચો આવેલો છે. ફરતા વિભિન્ન વૃક્ષો અને વનસ્પતિ આવેલી છે.
ત્રણ એકર વિસ્તાર માં ઘટાદાર વૃક્ષો, પક્ષીઓનો કલરવ અને સુગંધી પુષ્પ-વેલીઓથી વિભૂષિત શુદ્ધ હવા પાણીથી ભરપૂર આહલાદક અને કુદરતી વાતાવરણ ધરાવતા વિનોબા આશ્રમમાં સ્વાસ્થ્ય પ્રાપ્તિ અને નવજીવન પ્રાપ્ત કરવા માટે સતત સ્વાસ્થ્ય સાધકો અહીં આવતા રહે છે.
નિસર્ગો ઉપચાર કેન્દ્ર અને વિનોબા આશ્રમ
ભૂમિકા
આપણું શરીર આકાશ, પૃથ્વી, જળ, વાયુ અને અગ્નિ એમ પંચમહાભુતોનું બનેલું છે. આહાર વિહાર ની ભૂલો માનસિક તાણ , વાતાવરણનું પ્રદુષણ અને રસાયણોની ઝેરી અસર થી પંચતત્વોની વધઘટ થાય છે અને શરીરનું સ્વાસ્થ્ય કથળે છે.
પંચમહાભૂતોની મદદ થી કરાતા ઉપચારો, ઉપવાસ, રસાહાર કે ફળાહારથી જીવનશક્તિ વધતા તથા વિષદ્રવ્યો મુક્ત થતા સ્વાસ્થ્ય સાધકો રોગ મુક્ત થઇ નવજીવન પ્રાપ્ત કરે છે. સ્વાસ્થ્ય સાધકોને સ્વાસ્થ્ય લાભ કરાવવાની પ્રક્રિયામાં સહાયરૂપ થવું એ આ કેન્દ્ર નો શુભ હેતુ છે.
સંત શ્રી વિનોબા ભાવેની યાદગિરી માં વડોદરા જિલ્લા સર્વોદય મંડળ દ્વારા એ આશ્રમ ની સ્થાપના 1967 માં કરવામાં આવી.ગાંધી- વિનોબાની ભાવનાને અનુરૂપ આરોગ્ય કામ થાય તે હેતુ થી 1978 થી સાવલીના બ્રહ્મલીન સ્વામીજીની પ્રેરણાથી આ આશ્રમમાં નિસર્ગોપચાર કેન્દ્ર ચાલે છે. 1978 થી માંડીને અત્યાર સુધીના વર્ષોમાં કેન્દ્રનો ધીરે-ધીરે વિકાસ થતો રહ્યો છે. નિસર્ગોપચાર તથા વૈકલ્પિક ચિકિત્સા પદ્ધતિઓ વૈજ્ઞાનિક રીતે સમાજ સમક્ષ રજૂ થાય તથા સરળ, સુલભ તથા સસ્તી આરોગ્યદાયી પદ્ધતિઓ અને સ્વાસ્થ્યપ્રદ જીવનશૈલીનો સમાજમાં પ્રચાર પ્રસાર થાય તે આ કેન્દ્રનો મૂલ્ય હેતુ રહ્યો છે.
સંસ્થાના વિવિધ વિભાગો
સ્થાન
1 – ઓફિસ – રિસેપશન, ડૉક્ટર દ્વારા તપાસ,
હિસાબી કામકાજ એડમિનિસ્ટ્રેશન
2 – જતન નીતરણ કેન્દ્ર – સજીવ ખેતપેદાશો પુસ્તકો, ગ્રામોદ્યોગી
પેદાશોનું વેચાણ
3 – ઉપચારગૃહ – ભાઈઓ – માલિશ, સ્ટીમબાથ, એનીમાં ટબ બાથ
ઉપચારગૃહ – બહેનો – , લોકલ સ્ટીમ, માટી લેપ અને વગેરે ઉપચારો
4 – ભોજનાલય – ઉષ્ણ : પાન
(દિવસ દરમિયાન) ઉકાળો / રસાહાર /
ભોજન / ફલાહાર / રસાહાર
ઉકાળો / રસાહાર
ફલાહાર / રસાહાર / ભોજન
5 – યોગાસન હોલ – સવારના યોગાસન
રોગ મુજબ વિશેષ યોગાસન
પ્રાર્થના અને વાર્તાલાપ
6 – લાઈબ્રેરી – લાઈબ્રેરી – વાંચનાલય
જુદીજુદી કસરતો.
દિનચર્યા
સમય કાર્યક્રમ
5 : 45 ઉત્થાન – પબ્લિક બ્રોડકાસ્ટિંગ સિસ્ટમ પર ભજન
6 : 15 ઉષ્ણ : પાન / રસપાન / ઔષધીય વનસ્પતિનો કાઢો
6 : 30 થી 8.30 – યોગ
8 : 30 થી 11 : 30 – વિવિધ ઉપચાર.
11 : 30 થી 12 : 00 – મુક્ત સમય.
12 : 00 થી 12 : 30 – ભોજન (ફલાહાર)
12 : 30 થી 2 : 00 – આરામ
2 : 30 થી 6 : 00 – લેપો , સ્થાનિક વરાળ, શિરોધારા
કસરત વગેરે.
4 : 15 – ઉકાળો / ઔષદીય વનસ્પતિનો કાઢો / રસપાન
5 : 00 થી 6 : 00 – યોગ
6 : 00 થી 6 : 30 – ભોજન (ફળાહાર)
6 : 30 થી 7 : 30 – મુક્ત સમય / મુલાકાતીઓ નો સમય.
7 : 30 થી 8 : 30 – પ્રાર્થના અને વાર્તાલાપ .
9 : 30 થી 10 : 00 – મુક્ત સમય.
10 : 00 – શયન – શાંતિ

                                      કેન્દ્રમાં ઉપલબ્ધ સુવિધાઓ 
  • ટેલિફોન (0265 – 2371880)
  • પોસ્ટ
  • રેલવે ટાઈમટેબલ ટેલિફોન ડિરેક્ટરી
  • ટ્રાવેલ એજન્ટ્સ
  • ઈ – મેઈલ તથા ઈન્ટરનેટ સુવિધા
  • જતન વિતરણ કે – – અહીં સજીવ ખેતી અંગેનું સાહિત્ય, ખેત પેદાશો, સાબુ, તેલ વગેરે મળે છે.
  • મનો રંજન તથા રમતગમતના સાધનો.
  • ન્યુઝપેપર.
  • મહેમાનો – મહેમાનો માટે પણ પૂર્વસૂચના થી ફળાહાર, ભોજ્નની વ્યવસ્થા થઇ શકે છે.
  • લોન્ડરી
  • લાઈબ્રેરી.
  • વિનોબા આશ્રમ ખાતે ચાલતા કાર્યક્રમો
  • પ્રાકૃતિક ચિકિત્સા માટે ઇન્દોર સારવાર
  • પ્રાકૃતિક ચિકિત્સા માટે કન્સલ્ટેશન તથા આઉટડોર સારવાર પ્રાકૃતિક ઉપચાર
  • માલિશ, સ્ટીમબાથ, જળચિકિત્સા,માટી ચિકિત્સા, શિરોધારા, ફિજિયોથેરેપી, એક્યુપ્રેશર, એક્યુપંચર વગેરે.
  • શૈક્ષણિક કાર્યક્રમો * નિસર્ગોપચાર માટે તાલિમી કાર્યક્રમો * ગાંધી નેશનલ એકેડમી ઓફ નેચરોપથી દ્વારા ચલાવવામાં આવતો NDDV કોર્સ વગેરે.
    આ લેખ લખવાની પાછળ હેતુ આટલું જ આવા પ્રકારના ઉપચારો ઇચ્છતા મિત્રો ને થોડી જાણકારી મળી શકે અને આ અત્યંત ઉપયોગી ચિકિત્સા દ્વારા લાભાન્વિત થઇ શકે.
    અંતે અહીં લખેલા આહાર – વિહારના તમામ સૂત્રો માં થી મને જે ગમ્યું એના દ્વારા સમાપન શું ખાવું ને શું ન ખાવું? ક્યારે ખાવું ને ક્યારે ન ખાવું? કેટલું ખાવું ને કેવીરીતે ખાવું? બાબતોનું ચિંતન કરનાર ભાગ્યે જ બીમાર પડે છે.
Social