પહેલાં કોણ
છોડ કે રણછોડ?

આજનો માનવી ગામડાં ને શહેર બનાવવાની અને શહેરો ને મહાનગરો બનાવવા ની ઘેલસા મા આજે અનહદ્ રીતે વર્ષો જૂના અને ઘેઘૂર વૃક્ષો નું નિકંદન કાઢી રહ્યો છે. જે ખરેખર ખૂબ ચિંતા નો વિષય છે આપણે માની પણ લઈએ કે ડેવલપમેન્ટ માટે વૃક્ષો કાપી ત્યાં નવું સ્ટ્રકચર બનાવવું જરૂરી છે કારણ કે લોકો ની માંગ છે પણ શું કાપેલા વૃક્ષો ના બદલા માં અન્ય સુરક્ષિત જગ્યાએ બીજા વૃક્ષો વાવવા એ આપણી જવાબદારી નથી? શું આપણે અન્ય જગ્યાએ નવા વૃક્ષો કે વાવેલા વૃક્ષો નું જતન ન કરી શકીએ? જરૂર કરી શકીએ પરંતુ અફસોસની વાત છે કે આ વાત પર આપણે ખૂબ ઊણાં ઉતર્યા છીએ આપણો‌ સ્વાર્થ પત્યો એટલે કયું વૃક્ષ અને કયું ઝાડ! જેટલી જોઈએ તેટલી પ્રકૃતિ જતન ની ભાવના આપણા હ્દય માં નથી પ્રગટતી. પણ હા અમુક સેવાભાવી વ્યક્તિ અને પ્રકૃતિ પ્રેમી સંસ્થા છે જે આવા અતિ મહત્વ ના મુદ્દા પર ઉમદા કાર્ય કરે છે.

પ્રકૃતિ નું જતન કરવું એ આપણી નૈતિક ફરજ હોવી જોઈએ. પણ આજના સ્વાર્થ સમય માં શું નિતીમતા કે શું નૈતિકતા? સૌ સૌના સ્વાર્થ પ્રમાણે પ્રકૃતિ નો નાશ કરી જીવન જીવી રહ્યા છે. યાદ રાખજો જો આવું ને આવું ચાલ્યા કર્યું તો આવનારો સમય ખૂબ જ કપરો હશે કારણ કે શાસ્ત્રો તો કહ્યું છે કે પ્રકૃતિ વિના જીવન શક્ય જ નથી અત્યારે જે રીતે પ્રકૃતિનો બેફામ વિનાશ થઈ રહ્યો છે તેનું પરિણામ પણ આપણે નજરની સામે જોઈ રહ્યા છીએ ભર શિયાળે વરસાદી માવઠા થાય છે ઉનાળામાં 51 ડિગ્રી સુધી ગરમી નો પ્રકોપ પડે છે અને ચોમાસામાં અસંતુલિત વરસાદ પડી રહ્યો છે તેનું કારણ પ્રકૃતિના વિનાશ ના કારણે ખોરવાયેલ ઋતુચક્ર છે એવું નથી કે વૃક્ષોની જાળવણી કે પ્રકૃતિની જાળવણી ની ચર્ચા થોડા સમયથી જ થાય છે શાસ્ત્રોનું અધ્યયન કરીએ તો જાણવા મળે કે આ વાત તો આદિ અનાદિકાળથી કહેવાથી આવી છે તેનું ઉત્તમ ઉદાહરણ શ્રીમદ ભાગવત મહાપુરાણ પૂરું પાડે છે આ પવિત્ર પુરાણમાં ભગવાન શ્રીકૃષ્ણ સ્વયમ એવું બોલ્યા છે કે ધરતી પરનો જે મનુષ્ય પ્રકૃતિની અવગણના કરીને મારી પૂજા કરે છે તો તેને માત્ર હું ઢોંગ જ સમજુ છું ભગવાન કહે છે કે જે કોઈ પ્રકૃતિના તત્વોનું જતન નથી કરતો અને મારી પૂજા કરે છે તો એ પૂજા હું ક્યારેય સ્વીકારતો નથી એટલે તો ભગવાન શ્રીકૃષ્ણએ ઇન્દ્રનો યજ્ઞ બંધ રખાવી ગોવર્ધન પર્વતની પૂજા કરવાની સૂચના આપી તેના મૂળમાં પ્રકૃતિની પ્રથમ પૂજા કરવી જોઈએ એ જ સૂચવે છે કારણ કે પર્વત કે પ્રકૃતિનો અભિન્ન અંગ છે પર્વત પર અનેક ઔષધીઓ લીલું ઘાસ અથવા તો વૃક્ષો ઉગે છે જે અંતે તો મનુષ્યને જ ઉપયોગ આવે છે એના માટે શ્રીકૃષ્ણ ભગવાન પણ પહેલા છોડની પૂજા અને પછી રણછોડની પૂજા કરવાનું સૂચવે છે પણ અત્યારે સમસ્યા એ છે કે લોકો કૃષ્ણને માને છે પણ કૃષ્ણનું માનતા નથી.
આપણા લોક સાહિત્યના શ્રેષ્ઠ કવિ પદ્મ શ્રી દુલા ભાયા કાગ તો પોતાની વાણીમાં એવું લખે છે કે પ્રકૃતિના તત્વો જેવું પરોપકારી તત્વ બીજું કોઈ નથી કારણ કે પ્રકૃતિ ક્યારેય પોતાની વસ્તુ પોતાના માટે વાપરતી નથી કવિ કાગ લખે છે

એજી ઓલ્યા ઝાડવાં પોતાના ફળ નથી ખાતા રે,
ઉપકારી એના આત્મા હો જી…
એજી એવી નદીયું પોતાના નીર નથી પીતી
ઉપકારી એનો આત્મા હો..જી…

કવિ કહે છે કે જેમ ઝાડવા પોતાના ફળ પોતે નથી ખાતા જેમ નદીઓ પોતાનું પાણી પોતે નથી પીતી જેમ પર્વતો પર નીકળતી ઔષધીઓ પોતે નથી સંગ્રહ કરતા પણ લોકોના હિત માટે એ લોકોને જ આપે છે તો તેનાથી મોટા પરોપકારી જીવ કોને ગણવા એટલા માટે શાસ્ત્રોનો સંતોનો ઋષિઓનો મહાપુરુષોનો અને પ્રકૃતિ પ્રેમીઓ નો એક જ મત છે કે બને કેટલા પ્રકૃતિના અમૂલ્ય તત્વોનું , વૃક્ષો નું જતન કરીએ રક્ષણ કરીએ અને સંરક્ષણ કરીએ જેનાથી ફાયદો આપણને જ થવાનો છે તો આજથી આપણે એવું નક્કી કરીએ કે પ્રકૃતિના તત્વોનું હંમેશા જતન કરીશું.

Social