II तन्मे मनः शिवसंकल्पमस्तु II
શિવ ભક્તો જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે તેવા પવિત્ર શ્રાવણ માસની શરૂઆત ભગવાન મહાદેવને અતિપ્રિય તેવા સોમવારથી થઈ રહીઁ છે. આ પવિત્ર શ્રાવણ માસમાં 5 સોમવાર આવે છે.શ્રાવણ માસની શરૂઆત સોમવાર થી થાય છે અને અંત પણ સોમવાર થી થાય છે. 72 વર્ષ પછી શ્રાવણ માસ ની શરૂઆત સોમવાર અને અંત પણ સોમવાર થી થઈ રહ્યો છે. સોમવાર મહાદેવજી ને ખુબજ પ્રિય છે. સોમ એટલે ચંદ્ર જે ભગવાન મહાદેવના મસ્તક પર બિરાજમાન છે.ભગવાન મહાદેવને શિવમ્ શાંતમ કહેવામાં આવે છે.ભગવાન મહાદેવ ખુબજ શાંતિ પ્રિય છે.મહાદેવજીને મૌન ખુબજ પ્રિય છે. મહાદેવ માં જઈને થોડો સમય મૌન રહેવું જોઈએ. સોમવારે જેટલું રહેવાય તેટલું મૌન રહેવું જોઈએ.મૌન માં ખુબજ ઊર્જા રહેલી છે. તમે પ્રેક્ટિકલ કરી શકો છો.મંત્રો જોરથી બોલીને શિવ પૂજા કરો અને મૌન રાખી ને શિવ પૂજા કરો તમને આપો આપ મૌન નો પાવર સમજાઈ જશે. બોલ બોલ કરવું બહુ મોટી વાત નથી શાંત અને મૌન રહેવું ખુબજ અઘરું છે.ભગવાન મહાદેવ ની શાંત મુદ્રા એ મૌન મુદ્રા છે.ઘણા બધા શિવ ભક્તો ને એમ થાય કે શ્રાવણ માસ માં કયા મંત્ર ના જાપ કરવા જોઈએ. આપણી શ્રદ્ધા જે મંત્ર માં હોય તે મંત્ર સૌથી શ્રેષ્ઠ હોય શકે. મારા મત મુજબ ૐ નમઃ શિવાય થી બીજો કોઈ મંત્ર શ્રેષ્ઠ અને સરળ નથી.હા,વૈદિક મત્રોનું ખુબજ ગૂઢ રહસ્ય છે. તનમે મનઃ શિવ સંકલ્પમસ્તું એટલે અમારું મન શિવમય થાય. આ મંત્ર રુદ્રાસ્ટાધ્યાયીનો નો પ્રથમ અધ્યાય નો મંત્ર છે. મહાદેવમાં પ્રવેશ કરી સૌપ્રથમ ગણેશ વંદના કરવી જોઈએ ત્યારબાદ હનુમાન વંદના અને મા ભગવતી ને વંદન કર્યા પછી જ ભગવાન મહાદેવનું પૂજન અર્ચન થઈ શકે. ભગવાન મહાદેવને કાર્તિકે ખૂબ જ પ્રિય હોય તેમનું પણ સ્મરણ કરવું જોઈએ.પવિત્ર શ્રાવણ માસની પૂર્વ સંધ્યાએ ભગવાન મહાદેવ સૌનું કલ્યાણ કરે ટીવી ભગવાન મહાદેવને અંતઃકરણપૂર્વક પ્રાર્થના .. II तन्मे मनः शिव सङ्कल्पमस्तु II
