બોપલમાંથી ઇ-સીગારેટનું વેચાણ કરતો એક શખ્સને SOGએ ઝડપી લીધો

    બોપલના સન સીટી પાસે એક એક દુકાનમાંથી ગેરકાયદેસર  ઈ સિગરેટનું વેચાણ કરતા ગ્રામ્ય એસ.ઓ.જી.ટી મે એક ઈસમને ઝડપી લઇ બોપલ પોલીસમાં ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે 

અમદાવાદ ગ્રામ્ય એસ.ઓ.જી. ટીમના એ.એસ.આઇ મહેન્દ્રસિંહ જનકસિંહ તથા પો.કો ત્રિલોકકુમાર પોપટલાલ હકીકત મળેલ કે મોજે બોપલ સનસીટી સેકટર-૨ પેલીકન રેસીડેન્સી સામે આવેલ સરદાર પાન ડ્રાઉસ નામની
દુકાનમાં ચિત્રાત્મક ચેતવણી/લખાણ વગરની સિગારેટ તથા ઈ.સીગારેટ વેપનું ગેર કાયદેસર વેચાણ થાય છે, જેથી છાપો મારી
તપાસ તમાકુ પ્રોડક્ટની જુદી-જુદી બ્રાન્ડની વિદેશી બનાવટની ઇમ્પોર્ટેડ ગેરકાયદેસર સીગારેટના પેકેટ – 33 તથા અલગ-અલગ કંપનીની ઇ.સીગારેટની વેપ નંગ-૦૨ કિ.રૂ.- ૨૦૦૦/- મળી કુલ કિ.રુ.-૬૭૬૦ના મુદામાલ સાથે આરોપી કૃણાલ રમેશભાઈ પંડયા (ઉ.વ.-૪૩ હાલ રહે- એ-૧૧૦૨ સોલીસ-૧ સાઉથ બોપલ
અમદાવાદ મુળ રહે સુભાષનગર ભાવનગર)ને પોલીસે પકડી તેના વિરૂધ્ધ બોપલ પોલીસમાં ગુનો
દાખલ કર્યો છે.

Social