ખરાબ વાતાવરણના કારણે અમદાવાદ એરપોર્ટ પર હવાઈ સેવા ખોરવાઈ, જયપુર-મુંબઈથી આવતી જતી ફ્લાઈટ રદ્દ
અમદાવાદમાં ખરાબ વાતાવરણને પગલે હવાઈ સેવા પર અસર પડી છે, ડોમેસ્ટિક પ્લેનને કેન્સલ કરવાની ફરજ પડી છે. જેમાં અમદાવાદ એરપોર્ટથી જતી આવતી 30 ફ્લાઈટ મોડી પડી છે. જેમાં ખાસ કરીને જયપુર જતી, મુંબઈથી આવતી જતી ફ્લાઈટ રદ્દ કરવામાં આવી છે. મુંબઈની ફ્લાઇટને લેન્ડિંગ પરમિશન ન મળી તથા લેન્ડિંગ પરમિશન ન મળતા હવામાં ચક્કર મારવા પડ્યા છે. તેમજ બેંગ્લુરુ, દિલ્હી, ગોવાની ફ્લાઈટના સમય ખોરવાયા છે.
મધ્યપ્રદેશના ઈન્દોર તેમજ તમિલનાડુના ચેન્નઈ જતી ફ્લાઈટના સમય ખોરવાયા છે. ખરાબ વાતાવરણના કારણે હવાઈ મુસાફરીને અસર થવા પામી છે. જેમાં અમદાવાદ એરપોર્ટથી જતી આવતી આશરે 30 જેટલી ફ્લાઈટ્સ મોડી થઈ છે. તેમાં ઈન્ડિગોની જયપુર જતી ફ્લાઇટ રદ્દ થઈ છે. તેમજ મુંબઈથી આવતી જતી ફ્લાઈટ પણ રદ્દ થઈ છે. મુંબઈથી આવતી ફ્લાઇટને લેન્ડિંગ પરમિશન ન મળતા હવામાં ચક્કર મારવા પડ્યા હતા. જેમાં અમદાવાદ એરપોર્ટ પર 18થી વધુ ફ્લાઇટો અઢી કલાક ડિલે ચાલી રહી હતી. તેથી અમદાવાદથી મુંબઈ, બેંગ્લુરુ, દિલ્હી, ગોવા, ઈન્દોર, ચેન્નઈ જતી ફ્લાઈટના સમય ખોરવાયા છે.
