પોરબંદરમાં સસરાએ જમાઇને છરી અને ધોકા વડે માર માર્યો

પોરબંદરમાં ઇન્દીરાનગરમાં રહેતા એક યુવકને તેના જ સસરા જ દારૂ પીવા તથા જુગાર ના રમવા માટે સમજાવવા ગયા હતા અને અચાનક તે ઉશ્કેરાઇ જતા તેણે પોતાના જમાઇને છરી તથા ધોકા વડે માર માર્યો હતો.

              પોરબંદરના ઇન્દીરા નગરમાં રહેતા ભરતભાઇ ચનાભાઇ કરગઠીયાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે સસરા જગદીશભાઇ સામજીભાઇ કામરીયા ભરતભાઇને દારૂ પીવાની તથા જુગાર રમવાની ના પાડવા ગયેલ હતા. આ દરમિયાન સસરા જમાઇ વચ્ચે બોલાચાલી થતા જગદીશભાઇ એકદમ ઉશ્કેરાઇ ગયા હતા અને તેણે ભરતભાઇને છરી વડે ઇજા કરી હતી અને લાકડાના ધોકા વડે માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

આ અંગે ભરતભાઇને તેના સસરા જગદીશભાઇ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને જગદીશભાઇ સામે ગુન્હો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

Social