સાણંદમાં શિવમંદિર હર-હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું, ભોળાનાથને રિઝવવા ભક્તો ઉમટ્યાં
સાણંદ શહેરમાં આવેલ પ્રસિદ્ધ સિદ્ધનાથ મહાદેવ મંદિરમાં શ્રાવણ માસના પ્રારંભે જ પ્રથમ સોમવારે મોટી સંખ્યામાં ભક્તો ઉપડી પડ્યા હતા. મહાદેવની પૂજા, અર્ચના અને અભિષેક કરી અને દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી.
આજરોજ પવિત્ર શ્રાવણ માસમાં પ્રારંભ થયો છે અને શ્રાવણ માસનો પ્રથમ સોમવાર હોવાથી શિવભક્તો ભોળાનાથને રિઝવવા માટે અધિરા બન્યા છે. શ્રાવણ માસના પ્રારંભ સાથે શહેરના શિવાલયોમાં શિવ ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું. સવારથી જ ઝરમર વરસાદી ઝાપટાં વચ્ચે શિવ ભક્તોની શિવ મંદિરોમાં લંબી કતારો જોવા મળી છે. વરસાદ વચ્ચે પણ ભક્તિનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. શહેર અને તાલુકાનાં સિદ્ધનાથ મહાદેવ, ભવનાથ મહાદેવ, વિરેશ્વર મહાદેવ, અંત્રેશ્વર મહાદેવ,વાડીનાથ મહાદેવ સહિત શિવાલોયમાં
ભકતો ભોળાનાથને રિઝવવા જળાભિષેક, દુગ્ધાભિષેક કરી પૂજા, અર્ચના કરી હતી. તેમજ બિલિપત્ર, પૂજા પણ કરી હતી. અને ભગવાન શિવની આરાધના કરી દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
