પાટણ એસટી બસ અડફેટે બાઈક ચાલકનું મોત
હારીજ ડેપોની બસ હારીજ થી મકરપુરા વડોદરા જતી હતી ત્યારે ચાણસ્માના ઘણોઘરડા નજીક પેટ્રોલ પંપ નજીક પહોંચતાં મહેસાણા તરફ્થી પુરઝડપે આવી રહેલ બાઇક ચાલક સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતાં ચાણસ્મા તરફથી આવી રહેલી એસ ટી બસ ટક્કર વાગતા અકસ્માત સર્જાયો હતો જ્યાં ઇજાગ્રસ્ત બાઇક સવાર ને સારવાર માટે લઈ હોસ્પિટલ લઈ જવાતા ડોકટર મૃત જાહેર કર્યો હતો.
હારીજ ડેપો સંચાલિત એસ ટી બસ હારીજ થી મકરપુરા (વડોદર) જઈ રહી હતી તે દરમિયાન બપોરેના અરસામાં ઘણો ઘરડા નજીક પેટ્રોલ પંપ નજીક પહોંચતાં મહેસાણા તરફ્થી પુર ઝડપે આવી રહેલ બાઇક ચાલક સ્ટીયરીંગ પર નો કાબુ ગુમાવતાં ચાણસ્મા તરફથી આવી રહેલી હારીજ મકરપુરા (વડોદરા) એસ ટી બસ ને ડ્રાયવર ની સાઇડ માં અથડાઈ એસ ટી બસ ની ટક્કર વાગતાં રોડ પર પટકાઇ ગયા હતા. જ્યારે બાઇક એસટી બસ ની આગળની બાજૂ અંદર ધૂસી ગયું હતું જ્યારે રોડ પર પસાર થતા વાહનચાલકો એ અકસ્માત નો ભોગ બનેલ બાઈક ને 108 મોબાઈલ વાન મારફતે સારવાર અર્થ ચાણસ્મા આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યો હતો.જ્યાં તબીબે ઈજlગ્રસ્ત બાઇકચાલક ને મૃત જાહેર કર્યો હતો.
