સુરતમાં સિઝનમાં પહેલીવાર ઉકાઈ ડેમના ચાર દરવાજા ચાર ફૂટ ખોલ્યા
ઉકાઈ ડેમના ઉપરવાસમાં સામાન્ય વરસાદ યથાવત્ રહેતા ડેમમાં 60 હજાર ક્યૂસેક પાણીની આવક ચાલુ રહી હતી, જેને પગલે ડેમ રૂલ લેવલ કરતાં અડધાથી પણ ઓછા ફૂટ દૂર રહેતા ડેમના 4 ગેટ ચાર ફૂટ ખોલીને 46 હજાર ક્યૂસેક પાણી છોડવાનું આગોતરું પગલું ભરી લેવાયું છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ઉકાઈ ડેમના ઉપરવાસમાં અઠવાડિયાથી ક્યાંક છૂટોછવાયો તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ઉકાઈ ડેમમાં પાણીની સપાટી રૂલ લેવલની નજીક પહોંચી જતાં તંત્રએ રૂલ લેવલ જાળવી રાખવા માટે ણી છોડવાનું વધારી દીધું હતું. આગામી દિવસમાં પાણીની આવકને ધ્યાને લઈ જાવક નક્કી થશે. સંભવતઃ આવતીકાલે સવાર સુધીમાં પાણીની સપાટી રૂલ લેવલને આંબી જશે.
52