વિરમગામમાં એક કારખાનામાંથી LCBએ વિદેશી દારૂનો જથ્થો સાથે 2ને ઝડપી લીધા
વિરમગામ વિસ્તારમાં ફરી એક વાર ઇંગ્લિશ દારૂ પોલીસે ઝડપી લીધો છે, ગ્રામ્ય એલ.સી.બી.ટીમે વિરમગામના એક કારખાનામાં બુટલેગર છુપાવેલ વિદેશી દારૂનો જથ્થો મળી કુલ.2.99 લાખનો મુદ્દામાલ કબજે કરી બે વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.
અમદાવાદ ગ્રામ્ય એલસીબી ટીમે
બાતમી આધારે વિરમગામ ખાતે પોપટ ચોકડી થી કોકતા ફાટક જતા રોડ ઉપર આવેલ રામ એન્ટરપ્રાઇઝ નામનાં બ્લોકનાં કારખાનાની ખુલ્લી જગ્યા માંથી ભારતીય બનાવટની વિદેશી દારુની અલગ અલગ માર્કાની વિદેશી દારૂની બોટલ નંગ-૮૬ કિ.રૂા. ૩૯,૭૭૦/- તથા મારૂતી સ્વીફટ ગાડી કિ.રૂ.૨,૫૦,૦૦૦/-તથા મોબાઈલ ફોન નંગ-૨ કિ.રૂ.૧૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૨,૯૯,૭૭૦/- નો મુદ્દામાલ સાથે કિશ્રણ ઉર્ફે બબ્બન મહેશભાઈ પરીખ (રહે. ગાંધી ફળી, વિરમગામ) અને મૌલિક ગોવિંદભાઈ પરીખ (જૈન સોસાયટી, વિરમગામ)ને ઝડપી પાડતી અમદાવાદ ગ્રામ્ય, એલ.સી.બી. વધુ તપાસ હાથ ધરી છે.
