ઉગ્ર આંદોલનના 30 કલાક બાદ ઉમેદવારોની એક માંગ સ્વીકારી: ગૌણ સેવા પસંદગી મંડળ 25 ગણા ઉમેદવારના પરિણામ જાહેર કરશે

રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવતી સ્પર્ધાત્મક પરીક્ષામાં CBRT પદ્ધતિ નાબૂદ કરી ફોરેસ્ટ ભરતીમાં નોર્મલાઇઝેશન કર્યા બાદ માર્ક્સ પ્રસિદ્ધ કરવાની માંગ સાથે મોટી સંખ્યામાં ગઈકાલથી ગાંધીનગરમાં આંદોલન કરનાર ઉમેદવારોને આજે સવારથી પોલીસે ડિટેઇન કર્યા છે. અત્યાર સુધીમાં 300 જેટલા ઉમેદવારોની અટક કરવામાં આવી છે. ત્યારે હવે ઉગ્ર આંદોલનના 30 કલાક બાદ ગૌણ સેવા પસંદગી મંડળે ઉમેદવારોની એક માંગ સ્વીકારી છે. 25 ગણા ઉમેદવારના પરિણામ આવતીકાલે જાહેર કરી શકે છે. આ પહેલાં 8 ગણા ઉમેદવારોના પરિણામ જાહેર થઈ ચુક્યા છે.
આ સમગ્ર મામલે આપના નેતા પ્રવીણ રામે સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. હવે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 25 ગણા ઉમેદવારના પરિણામ જાહેર કરવાની સાથે દરેક ઉમેદવાર એકબીજાના ગુણ જોઈ શકે એ વ્યવસ્થા પર વિચારણા ચાલું છે.

Social