છેવટે તંત્ર જાગ્યું : ૪૦ ગાયોને ડબ્બે પુરી પાંજરાપોળ મોકલાઈ
સાણંદમાં છેલ્લા એક માસથી હાઈવે પાર ગાયોના અડિંગાને કારણે ટ્રાફિકજામ , અકસ્માતો ને ગૌવંશના મોટ અને ઇજાઓની અનેક ઘટનાઓ બન્યા બાદ તંત્રે કાર્યવાહી હાથ ધરતા લોકોમાં હાશકારો થયો છે.
મંગળવારે રાત્રે સાણંદ પાલિકા દ્વારા ગીબપુરા તરફથી ગાયોને ડબ્બે પૂર્વની કાર્યવાહી શરુ કરી હતી અને એક રાતભર જહેમત ઉઠાવીને ૪૦ થી વધુ ગૌવંશને ડબ્બે પુરી પાંજરાપોળ મોકલી અપાય હતા. પાલિકા સૂત્રોના જણાવ્યા મુજબ હજી આ ઝુંબેશ જારી રહેશે અને રસ્તા ઉપર ગાયોની સમસ્યાથી શહેરીજનોને છુટકારો અપાવવા પૂરતા પ્રયત્નો કરાશે. અત્ર ઉલ્લેખનીય છે કે સાણંદ હાઇવે પર છેલ્લા એક માસમાં રસ્તા પરની ગાયોને થયેલ ૨૯ અકસ્માતો બાદ આ પ્રશ્ન પેચીદો બનતા છેવટે પાલિકાએ કાર્યવાહી હાથ ધરી છે. શહેરીજનો એવું ઈચ્છી રહ્યા છે કે આ કાર્યવાહી જારી રહે કારણ સમગ્ર શહેરમાં આશરે ૫૦૦ થી પણ વધારે ગાયો છેલ્લા એક માસથી રસ્તા પર અડિંગો જમાવી રહી છે ત્યારે આ કાર્યવાહી જારી રહે તે જરૂરી છે .


