સાણંદમાં યુવક પર હુમલો કરી 6 અજાણ્યા ઇસમો ફરાર

સાણંદ ભાગ્યોદય હોટલ પાસે ઉમા એસ્ટેટમાં કંપનીમાં નોકરી કરતાં યુવકને અજાણ્યા 6 લોકોએ તમે અંહિથી નોકરી છોડીને જતા રહો તમને અંહિ નોકરી કરવા દેવાની નથી કહી એકાએક યુવક તેના બે ભાઈ પર ધોકો, બેલ્ટ તથા સ્ટીલના કડાથી માર મારતા 2 લોકોને ગંભીર ઇજાઓ પહોચાડી હુમલાખોર 6 અજાણ્યા ઇસમો ફરાર થતાં આ અંગે સાણંદ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

સાણંદના વાસણા ગામની સીમમાં આવેલ ઉમા એસ્ટેટના ઇકોસેફ કંપનીમાં નોકરી કરતો 19 વર્ષીય વિકાસ બદરીવાલ ખરવડ છેલ્લા બે મહિનાથી રહે છે અને મજુરીકામ કરે છે તેની સાથે તેનો મોટોભાઈ નામે તારાસંગ અને નાનો ભાઈ મહેષસંગ ત્રણેય ભાઇઓ કંપનીની ઓરડીમાં રહે છે. વિકાસ રૂમ માં હાજર હતો ત્યારે બે અજાણ્યા ઇસમો હાથમાં લાકડાનો ધોકો પટ્ટો લઈને રૂમ ઉપર આવેલ અને કહેવા લાગેલ કે વિકાસ કો નુ નામ છે? જેથી વિકાસએ ઓળખ આપતા તને એક ઇસમે કહેલ કે અંહિથી નોકરી છોડીને જતો રહો, તેમ કહી લાકડી વડે વિકાસને મારવા લાગેલ બુમાબુમ કરતા તારાસંગ અને છોડાવવા વચ્ચે પડતા અન્ય ચાર અજાણ્યા ઇસમો ભેગા થઈ તારાસંગ બદરીસંગ ખરવડને માથાના ભાગે સ્ટીલના કડા વડે ગંભીર ઈજા પહોંચાડી જ્યારે મહેષસંગ ખરવડને માથાના ભાગે ઇજા પહોંચાડી હતી તેમજ તેઓની સાથે કામ કરતી સંગીતા કાંતીલાલ ભગોરાને મારી મારી નાખવાની ધમકી આપી ફરાર થયા હતા, જ્યારે ઇજાગ્રસ્તને સારવાર માટે કંપનીમાં કામ કરતાં લોકોએ ખસેડયા હતા. બનાવ અંગે વિકાસ ખરવડે સાણંદ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

Social