અમદાવાદમાં ધૂળિયા વાતાવરણ સાથે ઠંડો પવન ફૂંકાવાની વકી
અપર એર સાઈક્લોનિક સરક્યુલેશન સક્રિય થતાં શુક્રવારથી 3 દિવસ સુધી અમદાવાદ સહિત ફરી વરસાદી માહોલ વચ્ચે હળવોથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા રહેલી છે.
બુધવારે અમદાવાદનું મહત્તમ તાપમાન મંગળવાર કરતાં 1.2 ડિગ્રી વધીને 33.2 અને લઘુતમ તાપમાન 26 ડિગ્રી નોંધાયું હતું. અપર એર સાઈક્લોનિક સરક્યુલેશનની અસરથી ગુરુવારે ફરીથી શહેરના વાતાવરણમાં પલટો આવશે. તેમજ આગામી 24 કલાક દરમિયાન શહેરમાં ધુળિયું વાતાવરણ સર્જાવાની સાથે ઠંડો પવન ફૂંકાવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
