અમદાવાદના વાડજથી કિરણપાર્કનો રોડ પહોળો કરાશે, 140 મકાન,10 કોમર્શિયલ એકમ તોડાશે
અમદાવાદના વાડજ જંકશનથી કિરણપાર્ક ગાય સર્કલ અને ત્યાંથી વિજયનગર ક્રોસિંગ સુધીના હાલના રોડને 24.40 મીટર જેટલો પહોળો કરવામાં આવશે. આ માટે 140 રહેણાક અને 10 કોમર્શિયલ મિલકતનો કેટલાક ભાગ કપાતમાં જશે. આ વિસ્તારમાં હાલ રોજના સરેરાશ 30-40 હજારથી વધુ વાહનોની અવરજવર રહે છે. વાડજમાં જ્યાં ફ્લાયઓવર અને અંડરબ્રિજ જેવા બે મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ ચાલે છે.
