અમદાવાદમાં મચ્છરોના પોરા મળતાં બોડકદેવ, ગોતાની 7 બાંધકામ સાઈટ સીલ

અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય રોગચાળાને કાબૂમાં લેવા તંત્ર એક્શનમાં આવ્યું છે. પશ્ચિમ ઝોનની મેલેરિયા વિભાગની ટીમે 48 કન્સ્ટ્રક્શન સાઈટમાં તપાસ કરી હતી. જેમાં ગોતા, ચાંદલોડિયા અને બોડકદેવ વોર્ડની 7 કન્સ્ટ્રક્શન સાઈટને વારંવાર નોટિસ આપવા છતાં પગલાં ન લેવાતા સીલ કરાઈ છે. જ્યારે 39 બાંધકામ સાઇટને રૂ.1.85 લાખનો દંડ કરાયો છે.

કન્સ્ટ્રક્શન સાઇટની સ્થળ તપાસ કરતા ભોંયરા, ખુલ્લી ટાંકી, કમ્પાઉન્ડ, પક્ષીચાટમાં મચ્છરોના પોરા મળી આવ્યા હતા. ગોતાની સ્વોજસ પ્રાઇડ, ચાંદલોડિયાની અદાણી આર્કવે, બોડકદેવની કેપિટલ વન અને સ્વાતિ સિનોર સાઈટ પરથી મચ્છરોના પોરા મળતા અગાઉ નોટિસ હોવાનું સૂત્રોએ કીધું છે. ત્યારે શહેરમાં મચ્છરજન્ય રોગચાળાને અટકાવવા માટે તંત્રએ કાર્યવાહી શરૂ કરી છે.

Social