અમદાવાદમાં હિટ એન્ડ રનની ત્રણ ઘટનામાં આધેડ સહિત 3નાં મોત
અમદાવાદ શહેરમાં અલગ અલગ 3 વિસ્તારમાં અકસ્માના બનાવમાં 3 લોકોના મોત થયા છે.
પૂર્વ વિસ્તારના જમાલપુર શાકમાર્કેટ, દાણાપીઠ મ્યુનિસિપલ કચેરી સામે બીઆરટીએસ કોરીડોરમાં અને લાંભા ગામ પાસે સર્જાયેલી હિટ એન્ડ રન અકસ્માતની ત્રણ અલગ અલગ ઘટનામાં આધેડ સહિત ત્રણ પુરુષોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. આ ત્રણે અકસ્માતો મામલે ટ્રાફિક પોલીસે ગુનો નોંધી ફરાર વાહન ચાલકોની શોધખોળ શરૂ કરી છે.
બહેરામપુરામાં રહેતા અનિલભાઈ ગુરુવારે સવારે અનિલભાઈ જમાલપુર શાક માર્કેટ ગેટ નંબર 4 પાસે કામ અર્થે ગયા હતા. તે સમયે એક આઈસર ચાલકે ટક્કર મારતા અનિલભાઈ રસ્તા પર પટકાતા આઈસરનું ટાયર ફળી વળ્યુ હતુ. ટૂંકી સારવાર બાદ તેમનું મૃત્યુ થયું હતું.
બીજી ઘટનામાં 50 વર્ષીય પુરુષ ગુરુવારે રાતના સમયે અમદાવાદ મ્યુનિ. કચેરી સામે બીઆરટીએસ કોરિડોરમાંથી રોડ ક્રોસ કરી રહ્યો હતો. તે સમયે પૂરપાટ ઝડપે આવેલી બીઆરટીએસ બસે આ પુરુષને ટક્કર મારતા તેમનું મોત થયું હતું. અકસ્માત બાદ બસનો ચાલક બસ મૂકી ફરાર થઈ ગયો હતો.
જ્યારે ત્રીજી ઘટનામાં દસક્રોઈમાં રહેતાં કાળુભાઈ ઠાકોર ગત 6 તારીખે રાત્રે ઘરે જઈ રહ્યા હતા. ત્યારે લાભા ગામ એસપી રીંગરોડ પર ઓવરસ્પીડમાં આવેલા અજાણ્યાવાહન ચાલકે કાળુ ભાઈને ટક્કર મારતા તેમનું મોત થયું હતું.
