ગાંધીનગરમાં જમીન દલાલની ઓફિસના તાળા તૂટ્યા

નું એસી, આઉટર, ટીવી તેમજ ઈલેક્ટ્રીક સગડી મળીને કુલ રૂ. 41 હજારની મત્તા ચોરીને ફરાર થઈ જતાં પેથાપુર પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે.

                     અમદાવાદ રહેતા પંકજભાઇ સિતારામભાઇ નાયક માણસાના ધોળાકુવામાં સ્ટેશનરી ફેક્ટરી ની સાથે જમીન લેવેચનો પણ ધંધો કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. જમીન લેવેચનાં ધંધા અર્થે પંકજભાઈએ સરઢવ ગામ ખાતે સર્વે નં-854 ખોડીયાર પાર્લરની સામે ઓફીસ બનાવી છે. ત્યાથી તેઓ જમીન લે વેચનુ કામ કરતા રહે છે.

આ ઓફિસની સાર સંભાળ માટે દીવસ દરમ્યાન સરઢવ ગામના બાબુભાઇ છનાભાઈ રાવળને નોકરીએ રાખવામાં આવ્યા છે. ગઈકાલે સાંજના પંકજભાઈ ઘરે હાજર હતા. એ વખતે બાબુભાઈએ ફોન કરીને ઓફિસના તાળા તૂટયા હોવાની જાણ કરી હતી. આથી પંકજભાઈએ પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કરીને સરઢવ આવવા ઘરેથી નીકળી ગયા હતા. તેઓ ઓફિસે પહોંચતા પોલીસ ત્યાં પહોંચી ગઈ હતી.

​​​​​​​બાદમાં ઓફીસનો દરવાજો ખોલી અંદર જઈને બધાએ તપાસ કરતા ઓફીસમા લગાડેલ દોઢ ટનનુ હીટાચી કંપનીનુ એ.સી અને તેનુ આઉટર જેની કીમત રૂ.30 હજાર, એક સેન્સુઇ કંપનીનુ 32 ઇંચનુ ટી.વી કિ રૂ. 10 હજાર તેમજ એક હજારની ઈલેક્ટ્રીક સગડી મળીને 41 હજારની મત્તા ચોરાઈ ગઈ હોવાનું સામે આવ્યું હતું. ત્યારે તસ્કરોએ ઉપરોક્ત ઉપકરણો ચોરી કરતા પહેલા તસ્કરોએ વીજ કનેકશન પણ બંધ કરી દીધા હતા. આ અંગે પેથાપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Social