કલોલમાંથી 109 ગ્રામ એમ ડી ડ્રગ્સ સાથે એક આરોપી પોલીસના સકંજામાં
રાજ્યમાંથી ડ્રગ્સ પકડવાનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. રાજ્યમાંથી ડ્રગ્સનું દૂષણ દૂર કરવા માટે અવાર-નવાર ડ્રાઈવનું આયોજન કરવામાં આવે છે. આમ છતાં રાજ્યમાંથી ડ્રગ્સ મળવાની ઘટના હવે છાશવારે બનતી હોવાનું સામે આવે છે. રાજ્યના વિવિધ દરિયાકિનારેથી ડ્રગ્સ મળવાની ઘટના અવાર-નવાર સામે આવે છે, ત્યારે હવે કલોલમાંથી 109 ગ્રામ એમ ડી ડ્રગ્સ ઝડપાયું છે.
દેશના યુવાધનને ડ્રગ્સના રવાડેથી અટકાવવા પોલીસ દ્વારા સતત ડ્રગ્સના નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવી રહ્યો છે. ત્યારે જિલ્લામાંથી ડ્રગ્સ બનામળી આવતા ચકચાર મચી ગઇ છે કલોલ શહેરમાં આવેલા શુકન મોલમાં શર્મા બી પેલેસ હોટલમાં SOG પોલીસે દરોડો પાડી 109 ગ્રામ એમ.ડી ડ્રગ્સ સાથે ગૌરાંગ ભરતભાઈ સોલંકીને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપી વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.
