ચાચરાવાડી વાસણા પાસે રોડ પર જતા ઈસમને રીક્ષા ચાલકે ટક્કર મારી

ચાંગોદર પાસેના ચાચારવાડી વાસણા ગામે રોડ પર જતા રાહદારીને એક રીક્ષા ચાલકે અકસ્માત કર્યો હતો. જેમાં યુવકને ઇજાઓ પહોંચી હતી. આ બન્ને અકસ્માત અંગે સાણંદ અને ચાંગોદર પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.

વિરેન્દ્ર ગુદડમલ જૈન નામનો યુવક ચાચરાવાડી વાસણા ગામની બાજુમાં આવેલ એમબીઆર ફ્લેક્સીબલ લીમીટેડ કંપનીમાં નોકરી કરે છે. વિરેન્દ્ર ગુદડમલ જૈન યુનિટ-૨ અરવિંદ મેષાપાર્કમાં કામ થી ચાલતા જતા હતા, તે સમયે કંપનીના મેઇન ગેટની બહારની સાઇડ રોડ ઉપર એક રિક્ષા ચાલકે તેની પુર-ઝડપે અને ગફલતભરી રીતે ચલાવી લાવી વિરેન્દ્રને પાછળથી અથડાઈ અકસ્માત કરી માથાના ભાગે ગંભીર ઇજા તથા શરીરના ભાગે ઇજાઓ પહોચાડી હતી. અકસ્માત થતાં તેની સાથે નોકરી કરતાં લોકો દોડી આવ્યા હતા અને પ્રાઈવેટ વાહનમાં વિરેન્દ્રને સારવાર માટે બોપલની ખાનગી હોસ્પિટલમાં ખસેડયો હતો.

Social