અમદાવાદના પ્રેમ દરવાજા પાસેથી MD ડ્રગ્સ પકડ્યું

          અમદાવાદ એસઓજી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પ્રેમ દરવાજા સેન્ચુરી માર્કેટ રોડ પરથી એક વ્યક્તિને 16 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યો હતો. એસઓજીને બાતમી મળી હતી કે, પ્રેમ દરવાજા સેન્ચ્યુરી માર્કેટ તરફ ચાલતા જતો વ્યક્તિ પાસે એમડી ડ્રગ્સ છે. જેના આધારે પોલીસે વોચ ગોઠવી જાવેદ ઉર્ફે પપ્પુ પરમાર નામના શખસને 16 ગ્રામ એમડીની પડીકી સાથે ઝડપી પાડ્યો હતો. દરિયાપુરમાં રહેતા પપ્પી નામના શખસ પાસેથી એમડી ડ્રગ્સ લઈને આવ્યો હતો.
Social