પેટલાદના ચોકસી બજારમાં જૂનું જર્જરીત મકાન ધરાશાયી

પેટલાદમાં વરસાદી ઝાપટા વચ્ચે શહેરના ટ્રાફિકથી ધમધમતા માર્ગ પર અચાનકજ એક જૂનું જર્જરીત મકાન ધરાશાયી થયું ગયું હતું. જો કોઇ જાનહાનિ થવા પામી ન હતી.
પેટલાદમાં શહેરના ચોકસી બજારમાં વર્ષો જૂનું એક જર્જરીત મકાન અચાનક ધરાશાયી થયું હતું. પરંતુ આ સમયે કોઇ રસ્તા પર ન હોવાથી જાનહાનિ ટળી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. પરંતુ નોંધનીય વાત એ છે કે આજુબાજુના રહીશો અને દુકાનદારોએ દર વર્ષે પાલિકામાં દિવાલ અંગે લેખિત રજૂઆતો કરી હોવા છતાં નગરપાલિકા તંત્ર માત્ર મકાન માલિકને નોટિસ આપીને જ સંતોષ માની રહી છે.

Social