સાણંદના SBI બેંક સામે હાઇવે ઉપર વાહનની ટક્કરે ગાય ઇજાગ્રસ્ત
સાણંદ શહેરમાં આસપાસના વિસ્તાર, ચાંગોદર, સનાથલ હાઇવે ઉપર ચોમાસુ ની શરૂઆત થતા ની સાથે જ ગોવંશના અકસ્માત સામે આવ્યા છે, હાઈવે પર બેઠેલ ગાયોને અજાણ્યા વાહનની ટક્કરે સતત અકસ્માત થઈ રહ્યા છે, સાણંદમાં એસબીઆઇ બેન્ક ની સામે રવિવારે મોડી રાત્રે કોઈ અજાણ્યા વાહન ચાલકે હાઇવે પર બેઠેલ એક ગાયને અડફેટે લીધી હતી જેમાં ગાયને પગના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી, અકસ્માત ની જાણ ગૌસેવા પ્રેમીઓને થતા તાત્કાલિક દોડી આવ્યા હતા અને અને ઈજા પામેલ ગાયની સારવાર કરી હતી.
