સેક્ટર – 30 પ્રેસ સર્કલ નજીક છાપરા વિસ્તારમાં બે શખ્સો પાસેથી 900 ગ્રામ ગાંજાનો જથ્થો મળતા ધરપકડ

ગાંધીનગરના સેક્ટર – 30 પ્રેસ સર્કલ નજીક છાપરા વિસ્તારમાં બે શખ્સો પાસેથી 900 ગ્રામ ગાંજાનો જથ્થો મળતા ધરપકડ કરવામાં આવી છે. પ્રેસ સર્કલ નજીક ઝગડો થયો હોવાનો કંટ્રોલમાંથી મેસેજ મળતાં જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને મામલો થાળે પાડ્યો હતો. બાદમાં સેક્ટર 21 પોલીસ સ્ટેશને લઇ આવી તેમનો સામાન ચેક કરતાં 900 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો.જેથી બંનેની નાર્કોટિક્સ એક્ટ હેઠળ ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

પોલીસે બંનેની પૂછતાંછ કરતાં તેમણે પોતાના નામ સુનીલ જશુભાઈ વાઘેલા (રહે. મુબારકપુર, કલોલ) તેમજ મનોજ ઉર્ફે કાનો ઈશ્વરભાઈ ઝાપડીયા(રહે. ધોળાકુવા, ગાંધીનગર) હોવાનું જમાવ્યું હતું. જેઓની પાસેનાં થેલાની તલાશી લેતાં એક છરો તેમજ 900 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. તેમજ નજીવી બાબતે માથાકૂટ થતાં માર પડ્યો હોવાની કેફિયત વર્ણવી હતી. જેનાં પગલે પોલીસે બંનેની વિરુદ્ધ નાર્કોટિક્સ એક્ટ હેઠળ ગુનો નોંધી 5400નો ગાંજાનો જથ્થો, બે મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ જપ્ત કરી બંનેની ધરપકડ કરી વધુ પૂછતાંછ હાથ ધરી છે.

Social