અમદાવાદ સાયબર ક્રાઈમે ડ્રગ્સના 37 પાર્સલ પોસ્ટમાંથી કર્યા જપ્ત
વિદેશથી કુરિયરમાં મગાવવામાં આવેલો હાઈબ્રીડ ગાંજો પણ સાયબર ક્રાઈમની ટીમ દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે અને કૂલ 37 પાર્સલ જપ્ત કરવામાં આવ્યા છે. ત્યારે પોલીસ અને અન્ય કોઈ એજન્સીને શંકા ના જાય તે માટે આ તમામ પાર્સલ અલગ અલગ દેશમાંથી મગાવવામાં આવ્યા હતા અને આ પાર્સલના પેકેટો દેશના અલગ અલગ જિલ્લાઓમાં જવાના હતા.
ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે બે યુવકો એલીસબ્રીજ પોલીસ સ્ટેશન સામે આવેલી લાયબ્રેરી પાસે એમડી ડ્રગ્સની ડિલેવરી આપવા આવી રહ્યા છે. જે બાતમીના આધારે ક્રાઈમ બ્રાંચે બંને ડ઼્રગ્સ સપ્લાયરને ઝડપીને તેઓની પૂછપરછ કરતા તેમના નામ ફૈસલ કકુવાલા અને અનીશ મોતિવાલા હોવાનું સામે આવ્યું હતુ. પોલીસે બંનેની તપાસ કરતા તેઓની પાસેથી 49.570 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. આ બંને આરોપીઓની પૂછપરછમાં અન્ય એક વટવાના આરોપી મોહમંદ આરીફનું નામ સામે આવ્યું હતું. પોલીસે વટવાના મોહંમદ આરીફ શેખ નામના ડ્રગ્સ પેડલરના ઘરે તપાસ કરતા ત્યાંથી 93.760 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. જે ડ્રગ્સ રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશથી લાવતો હોવાનું સામે આવ્યુ છે. જેથી પોલીસે ત્યાં તપાસ શરુ કરી છે.
