અમદાવાદના વાસણામાં MD ડ્રગ્સ સાથે યુવાન ઝડપાયો

શહેરમાં છેલ્લા ઘણા સમયથી ડ્રગ્સ અને ડ્રગની ડિલિવરીનું આખું નેટવર્ક ચાલી રહ્યું છે ઘણી વખત લોકો આવી રીતે ડિલિવરી લેવા માટે લોકોને બોલાવે છે અથવા જાતે ડિલિવરી લેવા માટે જતા હોય છે અને આ સમગ્ર રેકેટ સોશિયલ મીડિયામાં ચાલતું હોય છે. ત્યારે વાસણા વિસ્તારમાં લાખો રૂપિયાના ડ્રગ્સ સાથે એક યુવક ઝડપાયો છે અને તેને ડિલિવરી આપનાર જુહાપુરાનો શખસ ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલ સમગ્ર મામલે વાસણા પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

પોલીસને બાતમી મળી હતી

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, અમદાવાદ શહેરના વાસણા નજીક જુહાપુરાનો એક યુવક ડિલિવરી કરવા માટે આવવાનો હોવાની બાતમી પોલીસને મળી હતી. પરંતુ પોલીસ જ્યારે પહોંચી ત્યારે ડ્રગ્સ રિસિવ કરનાર વ્યક્તિ ધર્મેન્દ્ર ઉર્ફે ધમો દશરથજી ઠાકોર ત્યાં એમડી ડ્રગ્સના જથ્થા સાથે ઝડપાઇ ગયો હતો.

Social