બ્રિટિશ હાઈ કમિશનર સાથે CMની મુલાકાત

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૈજન્ય મુલાકાત ભારત સ્થિત બ્રિટિશ હાઈ કમિશનર લિન્ડી કેમરને ગાંધીનગરમાં લીધી હતી. બ્રિટિશ હાઈ કમિશનર તરીકેનો ભારતમાં પદભાર સંભાળ્યા પછી તેમની ગુજરાતની આ પ્રથમ મુલાકાતમાં મુખ્યમંત્રીએ તેમને આવકાર આપ્યો હતો. આગામી દિવસોમાં ઓલિમ્પિક્સ ગેમ્સના આયોજનમાં બ્રિટનની તજજ્ઞતાનો ગુજરાતને લાભ મળે તે દિશામાં ચર્ચા કરાઈ હતી. આ સાથે જ બ્રિટિશ હાઈ કમિશનરએ ગુજરાતના ઉદ્યોગ રોકાણકારો જો બ્રિટનમાં રોકાણ માટે આવે તો તેમને આવકારવાની અને સહયોગની ઉત્સુક્તા દર્શાવી હતી.
ભારત સ્થિત બ્રિટિશ હાઈ કમિશનર લિન્ડી કેમરન સાથેની વાતચીતમાં મુખ્યમંત્રીએ કહ્યુ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત-બ્રિટનના પરસ્પર સંબંધોનો સેતુ સુદ્રઢ બની રહ્યો છે. તેને વધુ આગળ ધપાવવામાં ગુજરાત પણ પોતાનું યોગદાન આપવા પ્રતિબદ્ધ છે. વડાપ્રધાનએ સૌને સાથે લઈને ચાલવાની નીતિરીતી સાથે સૌના સાથ સૌના વિકાસનો મંત્ર સાકાર કર્યો છે. ગુજરાત રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં અગ્રેસર રાજ્ય છે. કચ્છમાં વિશ્વનો સૌથી મોટો હાઇબ્રીડ એનર્જી પાર્ક નિર્માણ આધીન છે. એટલું જ નહીં ગ્રીન હાઈડ્રોજન જેવા ઉભરતા ક્ષેત્રમાં પણ ગુજરાતની ગ્લોબલ પ્રેઝન્સ થઇ છે.
રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં બ્રિટન સાથે મળીને આગળ વધવાની તત્પરતાના સંદર્ભમાં લિન્ડી કેમરનએ વ્યક્ત કરી હતી. તેમણે મુખ્યમંત્રીને જણાવ્યું કે, બ્રિટનમાં ઇન્ડિયન ડાયસ્પોરા અને ગુજરાતી સમુદાયોની સંખ્યા અને ત્યાંના વેપાર ઉદ્યોગ જગતમાં તેમનુ નોંધપાત્ર યોગદાન છે. ગુજરાતના ઉદ્યોગ રોકાણકારો જો બ્રિટનમાં રોકાણ માટે આવે તો તેમને આવકારવાની અને સહયોગની ઉત્સુક્તા દર્શાવી હતી. ગુજરાતમાં કાર્યરત બ્રિટિશ ઉદ્યોગ સાહસોને રાજ્ય સરકારના મળી રહેલા સહકાર અંગે તેમણે મુખ્યમંત્રી અને રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ બ્રિટિશ ઉદ્યોગોને રાજ્યમાં ઉદ્યોગ સ્થાપના સહિતની જરૂરી સુવિધાઓ માટે રાજ્ય સરકાર પૂરતો સહયોગ આપશે તેમ જણાવ્યું હતું.

Social