દહેગામ તાલુકાના બાબરા અને કંથારપુરામાં હડકાયા કૂતરાનો આતંક : 12 લોકોને બચકા ભર્યા

દહેગામ તાલુકાના બાબરા અને કંથારપુરા ગામે 12 લોકોને કૂતરું કરડયું હોવાથી ગામમાં ભયનો માહોલ છવાયો છે. ઈજાગ્રસ્તને પાટનાકુવા પ્રા.આરોગ્ય કેન્દ્ર અને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. બંન્ને ગામોના રહીશોમા કૂતરાના આતંકથી ફફડાટ જોવા મળ્યો હતો.

દહેગામ તાલુકાના બાબરા અને કંથારપુરા ગામે હડકાયા કૂતરાએ હુમલો કરીને 12 જેટલા લોકોને બચકા ભરીને આતંક મચાવ્યો હતો. ઇજાગ્રસ્તોને લોહી લુહાણ હાલતમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. છેલ્લા કેટલાય સમયથી કુતરાના કારણે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. જેને લઇને સ્થાનિક રહીશો દ્વારા મહાનગરપાલિકામાં ફરિયાદ કરવામાં આવી છે. છતાં કોઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી. અત્યાર સુીધીમાં 12 લોકોને કૂતરા કરડયાની ઘટના બની હોવા છતાં હજુ સુધી કોઈ પગલાં લેવાયા નથી.કૂતરાનો ત્રાસ વધતા લોકો દ્વારા આ બાબતે કોઈ અસરકારક કામગીરી કરે તેવી માંગ કરવામાં આવી છે.

Social