સુરેન્દ્રનગરમાં સમાધાન માટે બોલાવી માર માર્યાની ફરિયાદ
સુરેન્દ્રનગરની રાંદલ પાર્ક સોસાયટીમાં રહેતા યુવાનને ટીબી હોસ્પિટલમાં સમાધાન કરવા માટે બોલાવીને માર મારવામાં આવ્યો હોવા અંગેની ફરિયાદ સીટી પોલીસ મથકે નોંધવાઈ છે.જેના આધારે પોલીસે 3 આરોપીને પકડવા કાર્યવાહી હાથ ધરી છે.
સુરેન્દ્રનગરમાં રાંદલપાર્કમાં રહેતા સાવન રમેશભાઇ નગવાડીયાએ ફરિયાદ નોંધાવી કે તેને રાત્રીના સમયે ફોનમાં કોઇની સાથે બબાલ થઇ હતી. આથી આ સમાધાન કરવા ટીબી હોસ્પિટલે બોલાવ્યો હતો. જ્યારે સિક્યુરિટી ગાર્ડની ઓફિસમાં તેને હરપાલસિંહ રામભા ઝાલા, હર્ષવર્ધનસિંહ ઉર્ફે રાવણ અને અજીતસિંહે માર માર્યો હતો.
55