અમદાવાદના મેઘાણીનગરમાં વ્યાજખોરના ચક્કરમાં પડેલા યુવકને ઘમકી

                મેઘાણીનગરમાં ઈડલીવડાની લારી ધરાવતા યુવક વ્યાજના ચકકરમાં ફસાઈને એક પછી એક એમ ચાર વ્યાજખોરો પાસેથી રૂપિયા લીધા હતા. તે પૈકી અમુકને રૂપિયા ચુકવી દીધા હોવા છતાં તેની પાસે ‌વારંવાર ઉધરાણી કરીને ત્રાસ આપતા હોઈ યુવકે ચાર વ્યાજખોરો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

મેઘાણીનગરમાં ઘનશ્યામ એપાર્ટમેન્ટમાં રહેતા વિજયકુમાર પ્રજાપતિએ 2020માં પૈસાની જરૂર પડતા નરોડાના મુકેશ ભદોરીયા પાસેથી ત્રણ લાખ લીધા હતા. જેનુ વ્યાજ ચૂકવતા છેલ્લે 1.70 લાખ બાકી હતા. આ સિવાય તેમણે 2018માં રોહિત પવાર પાસથી રૂ. બે લાખ લીધા હતા જેમાં 60 હજાર ચૂકવ્યા હતા અને 1.40 લાખ આપવાના બાકી છે. જો કે તેઓ વ્યાજ સમયસર ચૂકવે છે. હવે આ બંનેનુ વ્યાજ ભરી શકે તેમ નહોઈ વિજયભાઈએ વ્યાજ ભરવા માટે 2022માં કમલેશ સેંગલ પાસેથી રૂ. એક લાખ લીધા હતા જેનુ વ્યાજ ચુકવે છે જયારે શિલવા મદ્ગાસી પાસેથી રૂ. 30 હજાર લીધા હતા જેમાં તેને રૂ. 30 હજાર ચુકવી દીધા છે. તેમ છતાં શિલવા વ્યાજની માંગણી કરે છે. આ ચારે છેલ્લા એક મહિનાથી અવારનવાર વિજયભાઈની લારી પર તેમજ ઘરે આવીને પૈસાની તેમજ વ્યાજની માંગણી કરીને જાનથી મારી નાંખવાની ધમકી આપતાં વિજયભાઈએ 4 વિરુદ્ધ મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

Social