સાણંદ અને જીઆઈડીસીમાં તિરંગા યાત્રા યોજાઈ

                         સાણંદમાં મામલતદાર કચેરીથી બસ સ્ટેન્ડ થી શેઠ સી કે હાઇસ્કૂલ સુધી તિરંગા યાત્રા યોજાઈ હતી. જેમાં ધારાસભ્ય કનુભાઈ પટેલ, જિલ્લા પંચાયત, સાણંદ તાલુકા પ્રમુખ વસંતબા કિરીટીસિંહ વાઘેલા, પોલીસ કાફલો,શાળાના બાળકો સહિત નગરજનો તિરંગા યાત્રામાં જોડાયા હતા. યાત્રામાં ભારતમાતા ની જય અને દેશ પ્રેમના નારા લાગ્યા હતા. 
        બીજી તરફ સાણંદ જીઆઈડીસી ખાતે સાણંદ ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશનના ઉપક્રમે તિરંગા યાત્રા યોજવામાં આવી હતી. આ યાત્રામાં સાણંદના ધારાસભ્ય કનુભાઈ પટેલ, જીઆઈડીસીના ઉદ્યોગકારો સહિત લોકો જોડાયા હતા.
Social