આણંદના અડાસ ગામના ખેડૂતના ઘરમાં ચડ્ડી-બનિયાનધારી ટોળકી ત્રાટકી

        આણંદ તાલુકાના અડાસ ગામમાં રહેતાં 64 વર્ષીય પરષોત્તમભાઈ બુધાભાઈ રાઠોડ  ખેડૂતના ઘરમાં ચડ્ડી-બનિયાનધારી ટોળકી ત્રાટકી હતી. આ ટોળકીએ ખેડૂત પરિવારને બંધક બનાવી, જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી બે સોનાની ચેઈન, રોકડ રકમ તેમજ મોબાઈલ મળીને કુલ રૂપિયા 1.48 લાખનો મુદ્દામાલ લુંટી લીધો હતો. આ અંગે વાસદ પોલીસે ગુનો નોંધી, તપાસ હાથ ધરી છે.
Social