ચાંગોદરમાં ATM મશીનને દંડા વડે તોડનાર ઈસમ પકડાયો
ચાંગોદરના એચ.ડી.એફ.સી બેન્કના એટીએમમાં રાત્રે એક અજાણ્યો ઈસમ દંડો લઈ ATMમાં પ્રવેશ જઈ મશીન પર દંડા મારી મશીન તોડી ચોરી કરવાની કોશિષ કરી હતી. આ અંગે ચાંગોદર પોલીસે ગુનો દાખલ કર્યો હતો
તાત્કાલિક PI એ.પી.ચૌધરી બનાવ સ્થળે દોડી આવ્યા અને સમગ્ર તપાસ માટે ટીમો સાથે PSI વી.બી.રહેવરએ ATMના CCTV ફુટેજ તપાસ કરી ગણતરીના કલાકોમાં ચાંગોદર વિસ્તારમાં હાલ સાણંદના કોલટમાં રહેતો અને મૂળ મોટી દેવતીના ચેતન ઉર્ફે લાલો જીવાભાઇ રાવળને પકડી લીધો હતો.
