અમદાવાદના ઓઢવમાં નાણાંની લેતીદેતીમાં 4નો 2 મિત્ર પર હુમલો

      અમદાવાદમાં ઓઢવમાં રૂપિયાની લેતી દેતી મામલે ઝઘડો થયો હતો. જે ઝઘડાનું સમાધાન કરવા માટે યુવક તથા તેના મિત્રોને બોલાવીને ચાર શખ્સોએ ધારિયા તથા તલાવારથી હુમલો કરી ઘા માર્યા હતા. 
        નિકોલમાં રહેતા યુવકના મિત્રને હિંમતસિંહ પરમાર પાસેથી પૈસા લેવાના હોવાથી દોઢ મહિના પહેલા તેને મળવા ગયા હતા. જ્યાં હિંમતસિંહ સહિત ચાર વ્યક્તિઓએ યુવક તથા તેના મિત્ર સાથે ઝઘડો કર્યો હતો. આ દરમિયાન ગત રવિવારે રાત્રે હિંમતસિંહ તથા જયવીરસિંહે યુવકને ફોન કરીને ઝઘડાના સમાધાન કરવા માટે અર્બુદાનગર મેદાનમાં બોલાવ્યા હતા. જેથી યુવક તેના મિત્ર સાથે ત્યાં ગયો હતો. તે સમયે હિમંતસિંહ પરમાર, દીપક હીરાગર, જયવીરસિંહ ઉર્ફે ચીચુ તથા પરેશ ઉર્ફે પરીયાએ ભેગા થઈને યુવક અને તેના મિત્ર પર તલવાર અને ધારિયાથી હુમલો કરી ઘા માર્યા હતા. આ મામલે ઓઢવ પોલીસે હિમંતસિંહ, દીપક,જયવીર અને પરેશ સામે ગુનો નોંધ્યો છે.
Social