ચાંગોદરમાં યુવકને ટક્કર મારી ફરાર કાર ચાલક પકડાયો

ગત ૩૧ જુલાઈએ પંચમહાલના શહેરા તાલુકાનાં તરસંગગામના ભીમસિંહ રામસિંહ સોલંકી રાત્રે ચાંગોદરમાં રામદેવ મસાલાની કંપનીની સામે સરખેજ હાઇવે રોડ ક્રોસ કરતો હતો તે સમયે અજાણ્યા વાહન ચાલકે ભીમસિંહને ટક્કર મારી ફરાર થયો હતો.જેમાં ભીમસિંહનું દરમ્યાન મોત થતા ચાંગોદર પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો દાખલ કર્યો હતો.
તપાસ દરમ્યાન હે.કો પૃથ્વીરાજસિંહ ભરતસિંહ સહિત પોલીસ ટીમે ટેક્નિકલ શોર્સીસના માધ્યમથી સી.સી.ટી.વી ફુટેજ ચેક કરી અકસ્માત કરનાર રાજકોટનો રાહુલ રાવતભાઈ લાવડીયાને પકડી લઈ અકસ્માત થયેલ કારને કબ્જે કરી હતી.

Social