ગાંધીનગરમાં બિયારણના વેપારીને અજાણ્યા શખ્સે લગાવ્યો 2.54 લાખનો ચૂનો

ગાંધીનગરના મોટા ચિલોડાનાં બિયારણના વેપારી સાથે છેતરપિંડીની ઘટના પ્રકાશમાં આવી છે. વેપારીને વિશ્વાસમાં લઈ અજાણ્યા શખ્સે બિયારણનો જથ્થો, છોટા હાથી અને પીકઅપ ડાલામાં ભરાવી લઈને જવાયો હતો. જે પેટે આપેલો 2 લાખ 53 હજાર 800નો ચેક વેપારીએ બેંકમાં જમા કરાવતા એકાઉન્ટ સીઝ હોવાનું બહાર આવ્યું હતું. આ અંગે વેપારીએ ચીલોડા પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.
ગાંધીનગરના મોટા ચિલોડા ખાતે શિવમ એગ્રો સેન્ટર નામની જંતુનાશક દવા અને બીજની દુકાન આવેલી છે. દુકાનના માલિક પ્રવિણભાઈ છગનભાઈ સોજિત્રા છે. ગત તારીખ 15મી જૂનનાં રોજ પ્રવીણભાઈને એક ઈસમે ફોન કરીને મગફળીના બિયારણ વિશે પુછ પરછ કરી હતી, જેમાં સામે વાળા વ્યક્તિએ બિયારણનાં 90થી 100 કટ્ટા ખરીદવાની વાત કરી હતી.
દુકાન માલિક પ્રવીણભાઈએ 20 કિલોના 25 કટ્ટા પડ્યાની વાત કરી રૂ. 2820નો ભાવ આપ્યો હતો. જેથી ઈસમે 100 કટ્ટા ખરીદવાની તૈયારી દર્શાવી હતી. બાદમાં બપોરના સમયે એક ઈસમ છોટા હાથી ગાડી લઈને જઈ પ્રવીણભાઈ પાસે આવ્યો હતો. જેમાં તેએ કહ્યું કે આ ચેક તમને આપીને બિયારણ અહીંથી તારાપુર – સરગાસણ લઈ છે. જે ચેક રૂ. 2,53,800નો જે. ડી. એન્ટરપ્રાઇઝનાં નામનો હતો. જેમાં ધવલ એલ.ના નામે અન્ય કોઈ નિશાની ન હતી.
બાદમાં બીજા દિવસે ઈસમે ડાલું મોકલી આપવામાં આવતા પ્રવીણભાઈએ બાકીના કટ્ટા બિયારણનાં ભરી આપ્યા હતા અને 20 જુનના રોજ પ્રવીણભાઈએ ચેક બેંકમાં જમા કરાવતા એકાઉન્ટ સીઝ કરાવી દેવામાં આવ્યું હોવાની જાણ થઈ હતી. જેથી પોતાની સાથે છેતરપિંડી થયાનો અહેસાસ થતાં પ્રવીણભાઈએ ચીલોડા પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો છે. આ અંગો પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Social