કોલકતાની ઘટનાને લઈ તબીબોએ હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં વિરોધ પ્રદર્શન કરાયું
સાબરકાંઠા જિલ્લાના તમામ તબીબોએ હિંમતનગરમાં સિવિલ હોસ્પિટલમાં પહોંચી વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ સાથે ઇમરજન્સી સેવા સિવાયની સેવાઓ બંધ રાખી હતી.
કોલકતામાં ટ્રેઈની તબીબ પર ગુજારવામાં આવેલ દુષ્કર્મ અને હત્યાના વિરોધમાં સમગ્ર ભારતમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે. ત્યારે શનિવારે IMA દ્વારા તબીબી સેવા બંધ અને રેલી સહિત સુત્રોચ્ચારનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં સાબરકાંઠા જિલ્લાની મુખ્ય GMERS સિવિલ હોસ્પિટલથી રેલી યોજવામાં આવી હતી. જેમાં વિવિધ સુત્રોચ્ચાર સાથે જિલ્લાના તમામ તબીબો જોડાયા હતા. મેડિકલ કોલેજના વિધાર્થીઓ પણ જોડાયા હતા.
