બાવળાના એક વેરહાઉસમાં કેમિકલ ઢોળાતા દોડધામ
અમદાવાદના બાવળા પાસે એક વેરહાઉસમાં કેમિકલ ઢોળાતા આશરે 4 મહિલા કર્મચારીઓ બેભાન થઈ ગઈ હતી. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
સૂત્રોના કહેવા મુજબ બાવળામાં આવેલા એક વેરહાઉસના એરિયામાં અચાનક કોઈ કારણોસર કોઇ કેમિકલ ઢોળાતા આશરે 4 મહિલા કર્મચારીને એકાએક ચક્કર આવ્યા હતા જેને લઈને વેરહાઉસમાં દોડ ધામ મચી ગઈ હતી. મહિલાઓને તાત્કાલિક સારવાર અર્થે બાવળાની ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ હતી. સમગ્ર મુદ્દે પોલીસે તપાસ હાથ ધરી છે.
