ફાંગડીમાં અનુ.જાતિ સમાજનો વિસ્તાર વિકાસ કામોથી વંચિત રહેતા TDOને આવેદન

                 સાણંદ તાલુકાનાં ફાંગડી ગામના સામાજીક ન્યાય સમિતિ ચેરમેન ધીરૂભાઈ રામભાઇ સોલંકી, સામાજિક અગ્રણી મોહનભાઈ લકુમ, મેહુલભાઈ બોદ્ધએ સાણંદ તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં આવેદન આપી રજૂઆત કરી કે ગામના અનુસુચિત જાતિ વિસ્તાર વિકાસના કામોથી વંચીત છે. સતત ઘણા વર્ષોથી લેખિતમા રજુઆત કરવા છતાં પણ કોઈ કામ કરવામા આવ્યુ નથી જેથી તપાસ કરવા માંગ કરી હતી. થોડા દિવસ પહેલા મુખ્ય ગટર નાખવામા આવી હતી તેના ફરતે મેટલ સાથે સારુ નાખવાની જગ્યાએ સિમેન્ટનો માલ ચાલુ વરસાદે નાખતા રસ્તો ખરાબ થતા લોકોને અવર-જવરમા તકલીફો ઉભી થઈ છે. ત્યારે અનુ.જાતિ વિસ્તારમા મેન રોડ સી.સી.રોડ, આર.સી.રોડ કરવા, નાની-મોટી શેરી ગલીઓમા પેવર બ્લોક નાખવા,ગટર લાઇન નાખવા તેમજ અનુ.જાતિ સમાજના લોકોને રહેવા માટે પાકા મકાન નથી તો પંચાયત તરફથી તપાસ કરી મકાન ફાળવવામા સાથે અનુ.જાતિનુ સ્મશાન નીમ કરવામા આવે,ચારેબાજુ દિવાલ કરી આપવામા, સ્મશાનમા માટી પુરાણ કરી આપવામા, પાણીની સુવિધા તેમજ ઓજારો મુકવા માટે એક રૂમ બનાવવા, અંતિમ વિધી વખતે બેસવા માટે પતરાનો શેડ બનાવી આપવામા માટે માંગ કરી હતી.
Social