Breaking News
સાણંદ બજાર સજ્જડ બંધ
ભારત બંધના એલાનને પગલે સાણંદમાં બજારો સજ્જડ બંધ રહ્યા.સુપ્રીમ કોર્ટના એસસી/એસટી અનામત સંબંધિત નિર્ણયના વિરોધમાં દેશવ્યાપી બંધનું આહ્વાન કરવામાં આવ્યું હતું,જેના પ્રભાવથી સાણંદ માં વહેલી સવારથી જ સમગ્ર શહેરના મુખ્ય બજારો, દુકાનો અને કોમ્પ્લેક્સ બંધ જોવા મળ્યા સાણંદ બસ સ્ટેશન થી લઈ ઘોડાગાડી સ્ટેન્ડ સુધીની તમામ દુકાનનો, કપડ બજાર, મોચી બજાર, સોની બજાર, લોખંડ બજાર, સહિતના વિસ્તારોમાં પણ બંધનો પ્રભાવ નોંધાયો છે.ઉલ્લેખનીય છે કે, બંધ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને, તે માટે પોલીસે શહેરમાં સઘન બંદોબસ્ત ગોઠવ્યો હતો. પોલીસ દ્વારા પેટ્રોલિંગ વધારવામાં આવ્યું હતું.
