સાણંદ પ્રાંતને SC-ST અનામતમાં વર્ગીકરણ મુદ્દે આવેદનપત્ર પાઠવ્યું
સુપ્રીમ કોર્ટ દ્વારા દેશના SC-ST અનામતમાં SC, ST કેટેગરીમાં વર્ગીકરણ બાબત નિર્ણય લેતા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું. સાણંદ શહેર અને તાલુકાના ગામડામાંથી મોટી સંખ્યામાં સમસ્ત અનુસૂચિત સમાજ અને ભીમ આર્મી ભારત એકતા મિશનના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને પ્રાંત કચેરી ખાતે સૂત્રોચાર કરી સાણંદ પ્રાંતને SC-ST અનામતમાં વર્ગીકરણ મુદ્દે આવેદનપત્ર પાઠવ્યું હતું.
