કલકત્તાની શર્મનાક ઘટના વિરૂદ્ધ સાણંદમાં રેલી યોજાઈ

એન.એસ.એસ. (રાષ્ટ્રીય સેવા યોજના) અંતર્ગત અવર લેડી ઓફ પીલાર નર્સિંગ એકેડેમી, સાણંદ મુકામે તારીખ ૨૩/૦૮/૨૦૨૪, શુક્રવારના રોજ સવારે ૮:૦૦ કલાકે કોલકતાના ટ્રેની મહિલા ડોક્ટર મોમિતા દેબનાથ ન્યાયને સમર્થન આપવા તેમજ બળાત્કાર વિરુધ્ધ કડક પગલાં લેવામાં આવે તેવી (સમાજ) જનજાગૃતિના ઉદ્દેશથી અમારી સંસ્થાના તમામ વિદ્યાર્થીઓ, નર્સિંગ ટયુટર, સ્ટાફ તથા હોસ્પિટલ ડોક્ટર્સ અને સ્ટાફ દ્વારા મૌન રેલી સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી.

Social