સાણંદની શિવ કૃપા સોસાયટીમાં ગટર ભરાતા રહીસોને હાલાકી
સાણંદની શિવ કૃપા સોસાયટીમાં ગટરના પાણી ઉભરાઇને રોડ પર ભરાવો થતાં રોગચાળો ફાટી નીકળવાની સ્થિતિ સર્જાઈ છે ગંદા પાણી ભરાઈ જતાં મચ્છરનો ઉપદ્વ સર્જાતા ઘરની બહાર નીકળતા જ દૂષિત પાણીમાંથી રહીસોને પસાર થવાની નોબત આવી પડી છે.
સાણંદમાં આવેલ શિવ કૃપા સોસાયટીમાં ગટરના 6 મહિનાથી ગટરના પાણી ઉભરાઇ જવાની સમસ્યા વકરી છે. સોસાયટી દ્વારા અગાઉ પાલિકામાં રજૂઆત કરવા છતાં પણ આજદિન સુધી યોગ્ય કાર્યવાહી ન થતાં તંત્રની કામગીરી સામે લોકોએ રોષ વ્યક્ત કર્યો છે. રહીસોએ ઝડપી આ સમસ્યાનું નિરાકણ લાવવા માટે માંગ કરી છે.
