સાણંદમાં વહેલી સવારથી જ ધીમીધારે વરસાદ
ફરી એક વખત સાણંદમાં વરસાદી માહોલ જામ્યો છે. ગત રાત્રિથી અમદાવાદ શહેરમાં વરસાદ બાદ આજે સાણંદ અને આસપાસના વિસ્તારમાં વહેલી સવાર થી જ વરસાદી વાતાવરણ સર્જાયું છે. બપોર સુધી વરસાદી ઝાપટા પડી રહ્યા છે. વરસાદી ઝાપટા પડતા કેટલાક નીચાંણ વાળા વિસ્તાર માં પાણી ભરાયા હતા. જોકે વરસાદ બંધ થયા બાદ પાણી ઉતરી ગયું હતું. તો કામ અર્થે નીકળેલ લોકોને છત્રી અને રેનકોટ પહેરી નીકળવું પડ્યું હતું.
ચાંગોદર,મોરૈયા,સનાથલ, શેલા,ગોધાવી,ચેખલા,ખોડા, સહિત પંથકમાં વરસાદ પડ્યો છે. અમદાવાદના વાસણા બેરેજના કુલ ચાર ગેટ ખોલાયા બપોરના 1 વાગ્યા સુધી વાસણા બેરેજના ચાર ગેટ ખોલવામાં આવ્યા છે. 25 નંબરનો ગેટ 2 ફૂટ, 28 અને 29ને 1 ફૂટ અને 30 નંબરનો ગેટ અડધો ફૂટ ખુલ્લો મુકાયો છે. બપોરના 1 વાગ્યા સુધી વાસણ બરેજનું લેવલ 132.25 ફૂટ નોંધાયું હતું.
