પશ્ચિમ રેલવે દ્વારા ઓખા-અમદાવાદ વચ્ચે ખાસ ટ્રેન દોડાવાશે

પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની સુવિધાને ધ્યાનમાં રાખી તહેવારોમાં વધારાની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. જેના ભાગરૂપે જન્માષ્ટમી તહેવારને ધ્યાનમાં રાખીને ઓખા-અમદાવાદ વચ્ચે જન્માષ્ટમી ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન વિશેષ ભાડા પર ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટ્રેનની કુલ 2 ટ્રીપ દોડાવવામાં આવનાર છે. જેના દ્વારા માત્ર રાજકોટ જ નહીં સૌરાષ્ટ્રભરના મુસાફરોને લાભ મળશે. અમદાવાદથી સૌરાષ્ટ્રમાં આવતા તેમજ સૌરાષ્ટ્રમાંથી અમદાવાદ તરફ જતા મુસાફરોને આ ટ્રેન ઉપયોગી થશે.

Social