ઉલારિયા પાસે ટ્રેલરની ટક્કરે એક્ટિવા ચાલકનું મોત

સાણંદના ઉલારીયા પાટિયા પાસે હાઇવે પર એક્ટિવા પર જતાં યુવકને ટ્રેલરના ચાલકે અડફેટે લેતા યુવકનું કમકમાટી ભર્યું મોત થયું હતું. બીજી તરફ અકસ્માત કરી ટ્રેલર ચાલક ફરાર થયો હતો.

સાણંદના ઉલારિયા પાસે ઓર્ચિડ બ્લ્યુ બી માં કુણાલ કીર્તિભાઇ પરમાર (ઉ.27) મૂળ મુદ્રા કચ્છના રહેવાસી છે અને હાલ છેલ્લા 1 વર્ષથી કુણાલ અમદાવાદની ખાનગી કંપનીમાં એચ.આર તરીકે નોકરી કરતા હતા કુણાલ સવારે નોકરીએ જવા માટે એક્ટિવા લઈને નીકળ્યો હતો અને સરખેજ હાઇવે તરફ જતાં ઉલારિયા પાટિયા પાસે એક ટ્રેલર ચાલકે એક્ટિવા સાથે અકસ્માત કરતાં કુણાલને ગંભીર ઇજાઓ થતાં ઘટના સ્થળે મોત થયું હતું. બીજી તરફ અકસ્માત કરી ટ્રેલર ચાલક ફરાર થઈ ગયો હતો. અકસ્માત અંગે ચાંગોદર પોલીસે ગુનો નોંધયો છે.

Social